Posts

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

Image
     ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્...

શિક્ષકોના પ્રિય નેતા દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!

Image
    શિક્ષકોના પ્રિય નેતા દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!   શિક્ષકોના પ્રિય નેતા દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બાહોશ, ઉત્સાહી અને શિક્ષકોના પ્રશ્નો માટે સતત ચિંતિત રહેતા આપણા પ્રિય પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને આજે તેમના જન્મદિવસ નિમિત્તે નારણપોર શાળાના આચાર્યશ્રી તથા તાલુકાના સમગ્ર શિક્ષક પરિવાર તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ! આપનું સમર્પણ, શિક્ષકોના હિત માટેની અથાગ મહેનત અને શિક્ષણ જગતમાં આપનું યોગદાન અમારા માટે પ્રેરણાદાયી છે. આપના નેતૃત્વમાં શિક્ષક સંઘ સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આપના આગવા વ્યક્તિત્વ અને ઉત્સાહથી અમે સૌ પ્રભાવિત છીએ. આ ખાસ દિવસે, અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને સુખ, સ્વાસ્થ્ય અને સફળતા પ્રાપ્ત થાય. આપનો ઉત્સાહ અને સમર્પણ હંમેશાં અમને પ્રેરણા આપતા રહે. **જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, પ્રમુખશ્રી!** - નારણપોર શાળા અને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

Image
        ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અને શ્ર...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

Image
વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજી...

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

વાત મારા ગામની : ખેરગામ તાલુકામાં ઔરંગા નદીના કિનારે વસેલું ખૂબસૂરત ગામ ભૈરવી

Image
વાત મારા ગામની : ખેરગામ તાલુકામાં ઔરંગા નદીના કિનારે વસેલું ખૂબસૂરત ગામ ભૈરવી

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
   વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું. તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસાર...