વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ


માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે.

વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ.

ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય
વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા.

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજી વાર્તાઓ અને જોક્સ શેર કરવા લાગ્યા. આજ સુધીમાં ફેસબુક પર 4,900 ફોલોઅર્સ અને પ્રતિલિપી પર 2,30,000થી વધુ વાંચકો તેમની રચનાઓ માણી રહ્યા છે.

સાહિત્ય અને ફિલ્મ દ્વારા ધોડીઆ બોલીનો પ્રસાર
વિજ્ય ગરાસિયા દ્વારા 2020માં "એક અહુંની વાત આય..." નામથી ધોડીઆ ભાષાનું પ્રથમ હાસ્ય પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક ગુજરાત સરકાર અને રાજા રામમોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કોલકાતા દ્વારા ખરીદીને વિવિધ સરકારી લાઈબ્રેરીઓમાં મૂકવામાં આવ્યું.

તેમના લેખનપ્રેમને વધુ ઊંડા કરી, "અહા મહલાયા વિવાહ" નામની નવલકથા લખી, જે હાલ પ્રકાશનની રાહ જોઈ રહી છે. ધોડીઆ ભાષાને લોકપ્રિય બનાવવા માટે તેમણે "રૂપલી ચા વાળી" શોર્ટ ફિલ્મ માટે સ્ટોરી લખી, જેને એવોર્ડ પણ મળ્યો હતો.


આ ઉપરાંત, "ખાટા મૂઈલા જાય ધનાધન..." (લાલ કીડી જાય ધનાધન...) નામનું લોકગીત લખી, જે લોકપ્રિય થયું છે.

સમાજની જાગૃતિ માટે આદિવાસી સાહિત્ય મંચ
વિજ્ય ગરાસિયા અને તેમના સાથીઓ દર વર્ષે દિવાળીએ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા મનોમંથન કરે છે, જ્યાં દર વર્ષે ધોડીઆ ભાષામાં એક-બે પુસ્તકો પ્રકાશિત કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

વિશ્વ માતૃભાષા દિવસ પર, આદિવાસી ભાષાઓના જતન માટે, શહેરી અને ગામડાંના યુવાનોને માતૃભાષા સાથે ફરીથી જોડવા માટે આમંત્રણ છે. વિરવલિયો વિજુની જેમ, જો આપણે પણ આપણી મૂળભૂત ઓળખ અને ભાષાની સંભાળ લઈએ, તો આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ ભવિષ્ય સુધી ટકી રહેશે.

આપને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

વિરવલિયો વિજુ દ્વારા લખાયેલું લોકપ્રિય ધોડીઆ ગીત:
ખાટા મુઇલા જાય ધનાધન , ખાટા મુઇલા જાય...
ઉભી પુસડીએ જાય મુઇલા, ઉભી પુસડીએ જાય...

ખાટા મુઇલા જાય ઝપાટામાં, ખાટા મુઇલા જાય...
વરહાત આવુનો વે તે, મુઇલા નીચેથા ઉપર જાય...

- વિજય ગરાસિયા (વિરવલિયો વિજુ)

Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: