Posts

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Image
Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

Image
Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું  એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી  વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ  રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી.  વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ

Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.

Image
 Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
  Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda 

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
 નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભા